HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ઝડપાયેલ 9 આરોપીઓને ફરી કોર્ટમાં રજુ કર્યા, કોર્ટે...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ઝડપાયેલ 9 આરોપીઓને ફરી કોર્ટમાં રજુ કર્યા, કોર્ટે તમામને ચાર્જ સીટ કોપી સોપી

મોરબીના ચર્ચાસ્પદ અને દર્દનાક ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આજે મોરબી ચીફ જ્યુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ઝડપાયેલ 9 આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે સવારે આરોપીઓ તરફી દલીલ કરનાર વકીલ ન હોવાથી કોર્ટ દ્વારા સરકારી વકીલ આપવામાં આવ્યા હતા અને કેસની બપોર બાદ સુનવણી હાથ ધરી હતી બપોર બાદ આરોપી તરફી રહેલા સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ સી આર પીસી 164 અંતર્ગત લેવામાં આવેલ નિવેદનની કોપી માંગવામાં આવી હતી જોકે આ કોપી આપવી કે કેમ તે અંગે સ્પષ્ટતા ન હોય જેના કારણે આરોપી તરફીના સરકારી વકીલ પાસે અરજી લેવામાં આવી હતી અને તેના આધારે કોર્ટે ફરીયાદી પક્ષના સરકારી વકીલ એસ જે વોરાને નોટીસ પાઠવી તેમનો જવાબ માગવામાં આવ્યો છે આ ઉપરાંત કોર્ટમાં રજુ કરવામાં આવેલ 9 આરોપીઓને ચાર્જ સીટની એક- એક કોપી આપવામાં આવી હતી બાદમાં ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આ કેસની આગળની મુદત તા 1 ફેબ્રુઆરી આપી છે આગામી 1 ફેબ્રુઆરીના રોજ આ કેસની સુનવણી હાથ ધરવામાં આવશે.

આગામી દિવસોમાં આરોપી તરફી વકીલ દ્વારા જામીન અરજી પણ મુકવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. બીજી તરફ આ કેસમાં ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવેલ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર પણ 1 ફેબ્રુઆરીના સુનવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ દ્વારા સેસન્સ કોર્ટમાં આં જામીન અરજી પર મેજીસ્ટ્રેટનો શું આદેશ આવશે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW