માળીયા તાલુકાના સુલતાનપુર ગામમાં રહેતા ભુપતભાઈ ભગવાનજી દસાડીયા નામના ખેડૂતે અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ પાસેથી પોતાના પુત્ર સાયન્સ ફેકલ્ટીમાંઅભ્યાસ કરતો હોય અને ધોરણ ૧૧ અને ૧૨ની ફી ભરવા તેમજ ખેતીના બિયારણ અને અન્ય ખર્ચ માટે
રૂ ૨.૫૦લાખ ૫ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જ્યારે દેવિસીહ પ્રતાપસિંહ ગઢવી પાસેથી રૂ.૧.૫૦લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા આરોપીઓને સમયસર વ્યાજ ભરવા છતાં બન્ને શખ્સે પઠાણી ઉઘરાણી કરી હતી અને તેની પાસેથી વ્યાજ ચૂકવવા કાર પણ વહેચી હતી અને એક વ્યાજ ખોરોને રૂપિયા ભરી દીધા હતા જ્યારે જોકે દેવી સિંહ નામના વ્યાજખોર દ્વાર અગાઉ ૩ ટકા નક્કી થયું હોવા છતાં ૫ ટકા વ્યાજ માગ્યું હતું અને તેમ છતા આરોપીઓએ કોરા ચેક લખાવી લીધા હતા તેમજ ટ્રેકટર પણ પડાવી લીધું હતું બનાવ અંગે ભુપતભાઈ બન્ને વ્યાજખોર વિરૂદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પીએસ આઈ એમ ધાંધલએ તપાસ હાથ ધરી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

