HomeGujaratમોરબીમાં આજે ઉતરાયણ પર્વની થશે આજે ઉત્સાહ ભેર ઉજવણી શહેરના આકાશમાં ખેલાશે...

મોરબીમાં આજે ઉતરાયણ પર્વની થશે આજે ઉત્સાહ ભેર ઉજવણી શહેરના આકાશમાં ખેલાશે પતંગનું યુધ્ધ

નાના બાળકોથી લઈ યુવાનો માટેનો પસંદગીના ઉત્તરાયણ પર્વની મોરબીમાં ઉજવણી માંટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેની ઝલક અંતિમ દિવસે બજારમાં જોવા મળી હતી લોકો મોડી રાત સુધી ખરીદી કરતા નજરે પડ્યાં હતાં રાતે પતંગ બજારમાં રોનક છવાઈ હતી ત્યારે આવતીકાલે મોરબીના આકાશમાં પતંગ યુદ્ધ ખેલાશે જેના પગલે મોરબીના સમગ્ર આકાશમાં પતંગનું સામ્રાજ્ય છવાશે. છેલ્લા થોડા દિવસોથી પતંગ બજારો થોડી શુષ્ક હતી. તેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે. મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ-દોરીની ધૂમ ખરીદી થશે અને લોકો છેલ્લી ઘડી સુધી પતંગ, દોરીની ખરીદી કરવા ઉત્સાહિત છે.
પતંગ બજારોમાં આજે પતંગ અને દોરીની ખરીદી જામી છે. ત્યારે આવતીકાલે દરેક અગાશીઓ ઉપરથી પતંગોના પેચ લડાશે અને આકાશ રંગબેરંગી પતંગોની ભરમારથી છવાઈ જશે. પતંગના દોરાથી પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો તેમને તાત્કાલીક સારવાર માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનો મહિમા હોવાથી દરેક લોકો દાનની સરવાણી વહાવશે. જ્યારે વધુ ઘાસચારો કે અનાજ ખાવાથી ગાયને આફરો ચડી જતો હોવાથી અબોલ પશુઓને ઓછો આહાર ખવડાવવાની અપીલ કરવામાં આવી છે.

(બોક્સ)મોરબી જિલ્લા મા 1962 ની ટીમ કરૂણા અભિયાન સતત ખડે પગે રહેશે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી મા પતંગ થી ઘાયેલ થયેલ પક્ષીઓ નો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે છે આ વર્ષે મોરબી ખાતે 1962 ની ટીમ દ્વારા દર વર્ષ ની જેમ પક્ષી ઓ બચાવમાં માટે કામે લાગવાની છે જેમાં ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેર ખાતે નગર દરવાજે એક કેમ્પ રાખેલ છે જયા ઘાયલ થયેલ પક્ષીઓ ની સારવાર કરાવી શકશે અને સાથોસાથ તમને કોઇ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કારી શકશે જેમાં 3 વેટરનરી ડોક્ટર સાથે 1962 ની ટીમ સતત કાર્યરત રહેશે.1962 નું આ કાર્ય પશુપાલન ખાતુ મોરબી તેમજ વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થશે.

(બોક્સ) પક્ષી બચાવો અભિયાન માટે 10 જગ્યાએ કલેક્શન સેન્ટર બનાવાયા
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન માટે 10 જગ્યાએ કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ કલેક્શન સેન્ટર પર કોઈપણ વ્યક્તિ સેવા આપવા જઈ શકે છે અને ઘાયલ પક્ષીઓની બચાવવાનું પુણ્ય કમાઈ શકે છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જણાવ્યા પ્રમાણે મોરબીના 1. રવાપર ચોકડી 2. અવની ચોકડી 3. સુપર માર્કેટ સામે 4. શક્તિમાં મંદિર સામે, શનાળા ગામ 5. સમજુબા સ્કૂલ પાસે, વાવડી ગામ 6. શિવધારા કોમ્પલેક્ષ, પંચાસર રોડ 7. નેહરુ ગેટ ચોક 8. મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી- 2 9. ફ્લોરા 158, રવાપર ગામ ખાતે પક્ષી કલેક્શન સેન્ટર બનાવાયા છે. જ્યારે પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક પાસે ,રવાપર રોડ ખાતે પક્ષી સારવાર કેન્દ્ર બનાવાયું છે. આ કોઈપણ જગ્યા પર લોકો 14 જાન્યુઆરીએ સેવા આપવા જઈ શકે છે. પક્ષી સારવાર કેન્દ્ર 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW