HomeGujaratગુજરાતમા કડકડતી ઠંડીમાં કોઈ ફેરફાર નહીં, આ શહેર તો કાશ્મીર થઈ ગયું,...

ગુજરાતમા કડકડતી ઠંડીમાં કોઈ ફેરફાર નહીં, આ શહેર તો કાશ્મીર થઈ ગયું, જાણો દરેક જિલ્લામાં કેટલી ઠંડી પડી રહી છે..

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારે જીવી રહ્યા છે. આજે વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. નલિયાનુ 6.1 ડિગ્રી અને ડીસામાં 10 ડિગ્રી નોંધાયુ છે.. રાજ્યમાં સતત હિમાલયના બર્ફીલા પવનની અસર અનુભવાય રહી છે. થર થર કંપાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થતા ઠંડીમાં ઘટાડો થશે.

જો કે આગામી 2 દિવસ હજુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાનુ હવામન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 2 દિવસ અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી અને એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. આ સાથે આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.1, ડીસામાં 10, ભુજમાં 10.2, દાહોદમાં 11.6, રાજકોટમાં 11.9, અમરેલીમાં 13.8, જૂનાગઢમાં 13.9, ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 14.1, વડોદરામાં 14.2, જામનગરમાં 14.8, સુરતમાં 18.5 ડિગ્રી, મોરબી 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં ખુબ વધારો થયો છે. લોકો ઠુઠવાઈ રહ્યા છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ 18 km પ્રતિ કલાકની છે. અમદાવાદમા સીઝનનું સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાના પણ અહેવાલ છે. તો નલિયામાં સૌથી ઓછા તાપમાન 2 ડિગ્રી સાથે કોલ્ડવેવ નોંધાયું. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW