હળવદના માલણીયાદ ગામે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જોકે આત્મહત્યા કરનાર ના પરિવાર દ્વારા અનેક વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ફરિયાદ કે નોંધ કરવા માટે રજુવાત કરવામાં આવી હતી પરંતુ પોલીસે ગઈકાલ સુધી ફરિયાદ ન નોંધતા આખરે પરિવારજનો દ્વારા રાજ્યપાલ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરવામાં આવી હતી સમગ્ર મામલે મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરતા હળવદ પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિકના ધોરણે 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ ગત 21 તારીખના રોજ જેન્તીભાઈ ટ્રેક્ટરની ટોલીના પાછળના વીલમાં કૂદી જાય મોતને વહાલું કર્યું હતું સમગ્ર મામલે સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં વ્યાજખોરોના નામ લખવામાં આવ્યા હતા. વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાના મકાન જમીન ઘરેણા સહિત બધું વેચીને રૂપિયા આપવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા જંતીભાઈ આત્મહત્યા કરી હતી તેવું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતે પરિવારજનો દ્વારા વારંવાર હળવદ પોલીસમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાવામાં આવતા હતા. પરંતુ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ ન લેતા આખરે પરિવારજનો પણ ઈચ્છા મૃત્યુની માંગણી કરી રાજ્યપાલને રજૂઆત કરી હતી. જો કે રજુવાત કરવાની સાથે જ હળવદ પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક આ પરિવારની ફરિયાદ લઈ વ્યાજખોરો સામે આઇપીસી કલમ 306, 506 મુજબ ગુનો નોંધી નવ આરોપીઓ ની શોધ ખોળ હાથ ધરી છે

આરોપીની વાત કરીએ તો
લાલો બુલેટના ગેરેજ વાળો
છગન રામજી ભુવા
ઘનશ્યામભાઈ ગઢવી
ચંદ્રેશ પટેલ પટેલ પ્લાયવુડ
ભરતસિંહ નાડોદા રજપુત ક્રોસ રોડ
ડોક્ટર પી પી માલણીયાદ
અશ્વિન રબારી ધાંગધ્રા
ધીરુભાઈ નાનજીભાઈ પટેલ લોટ વાળા નિકોલ અમદાવાદ
મહિપતસિંહ મુળી વાળા

આ તમામ આરોપી દ્વારા જેન્તીભાઈ ને અવારનવાર પઠાણી ઉઘરાણી કરીને હેરાન કરવામાં આવતા હતા જેના કારણે તેઓએ આત્મહત્યા કરી હતી જોકે પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા હતા પરંતુ હળવદ પોલીસના વલણથી કંટાળી પરિવારજનોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી પરંતુ આખરે આવ્યા જ ખોર સામે પોલીસ ફરિયાદ નોંધવી પડી હતી ત્યારે હળવદ પોલીસ પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે

