મોરબી શહેરની મધ્યમાં આવેલા શનાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગરમ કપડાંની માર્કેટમાં રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના કપડાના માર્કેટને પોતાના ઝપટમાં લઈ લીધા હતા.જેનાં કારણે આગ બેકાબુ બની જતા આગની લપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ એક નાનું બ્રાઉઝર અને એક મોટા બ્રાઉઝર સાથે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યું હતું. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પણ લાખો રૃપિયાના સ્વેટર અને ગરમ કપડાં બળીને ખાખ થઈ ગયાં હતા.