જિલ્લાની વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલને આ યોજના હેઠળ સરકારે રૂ. 28.86 કરોડ ચૂકવ્યા
ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબ પર આવેલી આકસ્મિક બીમારીની આફતના સમયે પરિવાર પર પડેલા ભારણને હળવું કરવામાં સરકાર સફળ થઈ છે. ઘરમાં આવેલી આકસ્મિક બીમારીના સંજોગોમાં સરકાર ઘરના જવાબદાર સભ્યની જેમ કુટુંબ સાથે અડીખમ ઉભી છે. સરકારે આપેલું આયુષ્યમાન કાર્ડ એ સમયમાં પરિવાર માટે આશીર્વાદથી જરાય ઉતરતું નથી .જિલ્લા હાલ 2.
50 લાખ લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવે છે અને આ યોજના સાથે જોડાયેલા છે આ પૈકી 13,926 દર્દીઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તે અંતર્ગત કુલ રૂ 28,86,07,728 જેટલી રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આજના મોંઘવારી ના સમયમાં ઘર ચાલવવું પણ મુશ્કેલ બની ગયું છે.તેમાં પણ જો ઘરમાં ગંભીર બીમારી આવી જાય કે આંકસ્મિક ઘટના બને તો પરિવાર ઘરના સદસ્યોને સાજા કરવામાં દેવાના ડુંગર નીચે દબાઇ જાય છે રાજ્ય સરકાર દ્વારા આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બીમારીના સમયમાં મોટું અર્થિક બોજ થી બચાવવા દર્દીને કેશલેસ સારવાર આપવા આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી છે .આ યોજનામા મોરબી જિલ્લામાંથી 2.50 લાખથી વધુ લોકો જોડાયેલા છે. જેનાં થકી ગત વર્ષ દરમિયાન સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં સામાન્ય કે ગંભીર બીમારીની સારવાર મેળવેલા 13 હજારથી વધુ દર્દીઓ કે તેમના પરિજનોને સારવારના ખર્ચનું ભારણ વેઠવું પડ્યું નથી. ગત વર્ષે આ 13 હજારથી વધુ દર્દીઓને સરકાર દ્વારા 28 કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે અભિન્ન અંગ બની ગઈ છે. ખાનગી હોસ્પિટલની બહાર બેઠેલા એક માજીએ ખૂબ સારી વાત કરેલી. અંદર તેમનો પુત્ર સારવાર હેઠળ હતો અને તેઓ બહાર બેઠેલા હતા ત્યારે પુત્રવધુએ આવીને પૂછ્યું કે, માજી સારવારના ખર્ચનું શું થશે? ત્યારે તેમણે ખુબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આપણે ચિંતા શાની, સારવારના ખર્ચની ચિંતા તો સરકાર કરશે આયુષ્યમાન કાર્ડ જો છે આપણી પાસે ! આવા હજારો પરિવારોનો એક જ સૂર છે કે, આયુષ્માન કાર્ડથી તેમણે ખાનગી દવાખાનામાં આકસ્મિક સારવાર લેવી પડે તો પણ સહેજે ચિંતા નથી, આયુષ્યમાન કાર્ડ તો છે તેમની પાસે. આયુષ્માન કાર્ડ થકી યોગ્ય અને અદ્યતન સારવાર લઈ અનેક લોકો તેમનું જીવન સહજતાથી જીવી રહ્યા છે. ક્યાંક ગૃહિણી ફરીથી તેમના ઘરકામમાં વ્યસ્ત બની છે તો ક્યાંક કોઈ મજૂર તેમના વ્યવસાયમાં ફરી પાછા સરળતાથી જોડાઈ શક્યા છે.
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આયુષ્યમાન યોજના લોકો માટે અનિવાર્ય બની ચૂકી છે. ગુજરાતમાં 1974 સરકારી અને 853ખાનગી દવાખાના ખાતે આયુષ્યમાન કાર્ડ થકી અદ્યતન સારવાર નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે. ગુજરાત ક્લેમ્સ નોંધણીમાં પણ અવ્વલ છે.

