HomeGujaratમોરબીના મહેન્દ્રપરામાં તસ્કરોના ધામા મંદિરમાંથી રૂ 1.40 લાખના છતરની ચોરી કરી ફરાર

મોરબીના મહેન્દ્રપરામાં તસ્કરોના ધામા મંદિરમાંથી રૂ 1.40 લાખના છતરની ચોરી કરી ફરાર

મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મહાકાળીમંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલા રૂ 1.40 લાખની કિમતના સોના ચાંદીના છતરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

મોરબી પંથકમાં છેલ્બલા એક મહિનાથી ચોરીના બનાવ સતત વધી રહ્યા છે ક્યાંક ઘરના તાળા તૂટી રહ્યા છે તસ્કરો સ્મશાનને પણ બાકી રાખતા નથી હજુ આ બાકી હોય તેમ ફરી એકવાર તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરના સોનાના છતરની ચોરી થઇ હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરના તાળા તોડી તસ્કરો મંદિરમાં રહેલા સોનાના બે છતર તેમજ ચાંદીના આઠ છતર મળી કુલ રૂપિયા 1.40 લાખની માલમતાની ચોરી કરી જતા દિનેશભાઇ મોતીલાલ ભોજાણીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW