ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-ર૦ર૩ ની વિવિધ વિષયવસ્તુ-થીમ સાથેનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું આ કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે. આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા,ડીજીપીએસ વી. એમ. રાઠોડ,અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી,સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.