HomeGujaratમોરબી ACBએ સુરેન્દ્રનગરના સાવલા ગામ પાસે ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણું કરતા ત્રણ...

મોરબી ACBએ સુરેન્દ્રનગરના સાવલા ગામ પાસે ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણું કરતા ત્રણ શખ્સને દબોચી લીધા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી માલવણ વચ્ચે ચાલતા ટ્રક ચાલકો પાસેથી કેટલાક શખ્સ રૂ 100થી લઇ 1000ની લાંચની માંગણી કરી ગેરકાયદે ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ લાંચ રુશ્વત વિભાગના ટોલ નંબર 1064ને મળી હતી સુત્રો પાસેથી મળેલી માહિતી આધારે મોરબી એસીબીપી આઈ જે એમ આલ અને તેમની ટીમ દ્વારા દસાડાથી પાટડી વચ્ચે આવેલ સવાલ ગામ પાસે છટકું ગોઠવ્યું હતું અને મયુદીન કેશુભાઈ સોલંકીને ટ્રક ચાલકો પાસેથી રૂ 200નું ઉઘરાણું કરતા ઝડપી લીધો હતો અને તેની સાથેના અન્ય બે શખ્સ ઇમરાન અબ્દુલ ઢમઢમાં તેમજ અવેશ સિકંદર પરમારને ઝડપી લીધા હતા અને ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમના પાસેથી ૩ મોબાઈલ અને આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર મળી 1.06 લાખનો મુદામાલ કુલ કબજે કરી હતી તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW