HomeGujaratમોરબીના રવાપર કેનાલ રોડ પર બનેલ રોડ ૬ માસમાં તુટવા લાગ્યો કોંગી...

મોરબીના રવાપર કેનાલ રોડ પર બનેલ રોડ ૬ માસમાં તુટવા લાગ્યો કોંગી અગ્રણીએ મૂક્યો ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ

મોરબી શહેરમાં દલવાડી સર્કલથી લીલાપર સુધી જવા માટે હાલ એક કેનાલ રોડ તરીકે જાણીતા રોડનો ઉપયોગ થઈ રહ્યો છે આ રોડ શહેરના મુખ્ય માર્ગને જોડતો હોય જેનાં કારણે અહીં ટ્રાફિક જામ થતો હતો વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ પાલિકા દ્વારા અહીં કેનાલની બીજી સાઈડ રોડનું કામ હાથ ધર્યું હતું જોકે આ રોડની ગુણવતા પાર સવાલ ઉઠયા છે.

વધુમાં આ રોડ બન્યા ને હજુ છ માસ જેવો પણ સમય થયેલ તો હજુ.ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનું કામ પૂર્ણ પણ થયું નથી તેમ છતાં આ રોડ તુટવાની શરૂઆત થઇ ચુકી છે. ઉમિયા સર્કલથી રવાપર ચોકડી તરફ ભીમાણી પ્રોવીઝન સ્ટોરની બાજુ માં તેમજ અન્ય જગ્યાએ રોડ તૂટવાની શરુઆત થઇ ગયેલ છે. જો પ્રજાના ટેક્ષના પૈસાનો આવો દુર ઉપયોગ થઇ રહ્યો હોય તેવો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી અને ઇન્ટર નૅશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા આવી બેદરકારી રાખે તે કેટલું વ્યાજબી છે. તો આ માટે જે તે જવાબદારો સામે યોગ્ય કાયદેસર ની કાર્યવાહી કરી પગલા લેવા
તેમજ તુટલો રોડ તાત્કાલિક રીપેર કરવા માટે સીએમ ને લેખિત રજૂઆત કરી હતી અને આ ગુણવતા વિનાના રોડ નું તાકીદે રીપેરીંગ કામ કરવા માંગણી કરી હતી જો આ.કામગીરી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW