મોરબીમાં પરણીતાને પતિ દ્વારા ચારિત્ર્યની શંકા રાખી માર મારવાની ઘટના બની હતી જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ આગામી સમયમાં આરોપી પતિની ધરપકડ કરશે. પરંતુ આ કેસમાં આગામી દિવસોમાં બીજા મોટા કડાકા ભડાકા થાય એવી શક્યતાઓ છે
સમગ્ર મામલામાં ધાર્યા બહારની કેટલીક વાસ્તવિકતાઓના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો ફરિયાદી ના નિવેદન બાદ આરોપી પતિ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓની પણ આબરૂ દાવ પર લાગી છે.
મોરબીમાં શ્રદ્ધા રાજપરા નામની પરણીતાએ તેના પતિ નીરવ રાજપરા પર હોકીથી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી પરણીતાએ ત્રણ વ્યક્તિઓ સાથે આડા સંબંધ ની આશંકાથી પતિએ માર માર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ વ્યક્તિઓમાં મોરબી ભાજપના જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા ઉપરાંત એક સ્ટુડિયો ના માલિક મેહુલભાઈ અને જીમના ટ્રેનર હર્ષદભાઈના નામ ફરિયાદી દ્વારા આપવામાં આવ્યા છે.
મોરબી એ ડિવિઝન પોલીસ ફરિયાદ બાદ આરોપી પતિને શોધી રહી છે બીજી બાજુ સમગ્ર મોરબીમાં ચર્ચાનો વિષય ફરિયાદમાં જેમના નામ ફરિયાદી દ્વારા આપવામાં આવ્યા છે તેઓ બન્યા છે. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ મોરબીના જાણીતા નામ છે તેથી ચારિત્ર ને લગતી સંવેદનશીલ બાબતોમાં આ ત્રણેય ની આબરૂને જબરો ધક્કો લાગ્યો છે.
પતિ-પત્નીના મામલામાં ત્રણ પાત્રોના નામ જોડાતા સમગ્ર મોરબીમાં આ વિષય હોટ ટોપીક બનીને ચર્ચાઈ રહ્યો છે તો બીજી બાજુ ફરિયાદીના પતિ દ્વારા આવનારા દિવસોમાં કડાકા ભડાકા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીના પતિ પાસે કેટલાક એવા પુરાવા છે જેનાથી આ કેસમાં ભલે મારામારીની ઘટના સાચી હોય પરંતુ તેની પાછળ છુપાયેલા કેટલાક રહસ્યો પરથી પડદો ઊઠે તેમ છે જ્યારે કેટલાક સવાલો છે જેનો જવાબ શોધવા સામાન્ય લોકો પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા હોય તેમ તરહ તરહની ચર્ચાઓ જાગી છે
શું ફરિયાદીના પતિએ ખરેખર આ ત્રણ નામથી પરણીતા સાથે માથાકૂટ કરી હશે ? શું આ ત્રણેય લોકો ફરિયાદીના સંપર્કમાં હતા ? કે પછી ખરેખર આ ત્રણેયમાંથી કોઈ પરણીતાના સતત સંપર્કમાં છે ? આવા અનેક સવાલો વચ્ચે આવનારા સમયમાં કેટલાક એવા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે જેનાથી આ ઘટના પાછળ છુપાયેલ રહસ્યો અને કેટલાકના જીવનના આડંબરો ઉપરથી પડદો ઉઠી શકે છે
જોકે આ બધી માત્ર ચર્ચાઓ છે. ત્યારે જ સત્ય બહાર આવશે જ્યારે નકર તથ્યો સાથેના પુરાવાઓ બહાર આવશે! બાકી ત્યાં સુધી તો કેટલાક મોરબી વાસીઓ માત્ર તર્ક વિતર્ક કરીને કેસની ગૂથી ઉકેલવા લાગેલા રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી

