HomeGujaratમોરબી :ખાનપર ઘુનડા રોડ પર કપાસ ભરેલ ટ્રક જીવંત વાયરને અડી જતા...

મોરબી :ખાનપર ઘુનડા રોડ પર કપાસ ભરેલ ટ્રક જીવંત વાયરને અડી જતા આગ ભભૂકી

ટંકારા નજીક આવેલ ખાનપર ઘુનડા રોડ પરથી કપાસ ભરીને જતો એક ટ્રક અચાનક જીવતા વાયરને અડી ગયો હતો જેના કારણે કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટનાને પગલે ટ્રક ચાલકે ટ્રક ત્યાં જ રોકી દઈ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.


આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો આગ કાબુમા આવ્યા બાદ ટ્રક ચાલક અને સળગેલ કપાસ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આગના બનાવ સમયે ફાયરની ટીમ વહેલી તકે પહોચી જતા મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW