HomeGujaratમાતૃત્વ લજવતો કિસ્સો મોરબી: તળાવીયા સનાળા ગામેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકીને આવી

માતૃત્વ લજવતો કિસ્સો મોરબી: તળાવીયા સનાળા ગામેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકીને આવી

સામાન્ય રીતે માતાને કરુણાની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે પોતાના પોતાના સંતાનો માટે કરી છુટ્ટી હોય છે તો ક્યારેક એવી પણ ઘટનાઓ બનતી હોય છે.જે આ કરુણા મૂર્તિ તરીકે ઓળખવામાં આવતી આ માતા એટલી હદે નિષ્ઠુર બની જતી હોય છે કે પોતાના ગર્ભમાં 9 મહિના ઉછરેલા સંતાન ને ત્યજી દેતી હોય છે. મોરબી જિલ્લામાં આવી ઘટના સામે આવી છે જેમાં મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં આવેલ નિત્યરાવ સીરામીક ની સામેના ખુલ્લા મેદાનમાં એક માતા તેના નવજાત બાળકને ખુલ્લામાં મૂકીને જતી રહી હતી વહેલી સવારે કામ કરતા શ્રમિકોને બાળકનો અવાજ સંભળાતા તેઓ ત્યાં દોડી ગયા હતા જ્યાં બાળક નવજાત હાલતમાં રડતું હતું આસપાસ તપાસ કરતા કોઈ મહિલા કે અન્ય વ્યક્તિ મળી ન આવતા તેઓએ ગામના આગેવાનોને જાણ કરી હતી. જે બાદ ગામના પૂર્વ સરપંચ અશોકભાઈએ મોરબી તાલુકા પોલીસ ની ટીમ અને મોરબી 108 ની તેમને જાણ કરી હતી મોરબી 108 ની ટીમ ના પ્રોજેક્ટ મેનેજર નિખિલ બોકડે ની સૂચનાથી પાયલોટ અલ્પેશ રામ અને ઇએમટી અંકિતાબેન જીલડિયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકીને સુરક્ષિત રીતે ઝાડી ઝાખરા ઉપાડી પ્રાથમિક સારવાર આપી હતી તેમજ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ મોરબી તાલુકા પોલીસે ટીમે પણ આસપાસના લોકોને પૂછપરછ કરી બાળકને મૂકી જનાર માતાની શોધખોળ કરી છે સ્થાનિક લોકોના એના મુજબ બાળકીની આસપાસ અન્ય કોઈ વ્યક્તિ મળી આવેલ ન હોય જેથી પોલીસે બાળકીના વાલીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW