સામાન્ય રીતે આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ માટે બાળકને મીઠાઈ કે ચાંદી ભારોભાર જોખવાની માનતાઓ રાખતા હોય છે ત્યારે હળવદના અમરાપર ગામના પોતાની ગર્ભવતી ગાય બીમાર પડી જતા માનતા માની હતી.જેમાં ગાયને હેમખેમ પ્રસુતિ થાય તો તેની ભારોભાર તેની વાછડી કે વાછરડાને જોખવાની ટેક રાખી હતી. અને આજે ગાયએ તંદુરસ્ત વાછડીને જન્મ આપતા વાછડીના ભારોભાર 40 કિલો સાંકર જોખવામાં આવી હતી.
હળવદ તાલુકાના નવા અમરાપર (ગણેશપુર) ગામે પ્રકાશભાઈ ખીમજીભાઈ ચાવડા છે. અને તાજેતરમાં જ તેમની વ્હાલસોય ગાય બીમાર પડી જતા પ્રકાશભાઈ ગૌમાતાની હેમખેમ પ્રસુતિ થાય તે માટે માતાજીના મંદિરે આવનાર વાછડી કે વાછરડાને ભારોભાર જોખવાની બાધા રાખી હતી. જેને લઈને ગૌમાતાએ તંદુરસ્ત વાછરડીને જન્મ આપતા આજે પ્રકાશભાઈ ખીમજીભાઈ ચાવડાએ આજે વાછરડી ભારોભાર 40 કિલો સાંકર જોખીને માનતા પૂર્ણ કરી હતી

