HomeGujaratટંકારાની હરબટીયા પ્રા શાળામાં બાળકોને ગોખીને નહી ગવડાવી અપાય છે જ્ઞાન

ટંકારાની હરબટીયા પ્રા શાળામાં બાળકોને ગોખીને નહી ગવડાવી અપાય છે જ્ઞાન

ટંકારાની હરબટીયાળીની સરકારી પ્રાથમિક શાળાએ ખરા અર્થમાં ભાર વગરના ભણતરની પહેલ કરી છે. જેમાં આ શાળાના શિક્ષકોએ બાળકોને કક્કો શીખવાડવા માટે નવતર પ્રયોગ કર્યો છે.

હરબટિયાળી શાળાના શિક્ષક જી.એમ.સાંચલા દ્વારા બાળકોને હર હર શંભુ ભોળા ધૂનના રાગમાં કક્કો શીખવાડવા માટે ગીત બનાવ્યું છે. આ ગીતમાં પહેલા બાળકોને કક્કાના જુદા જુદા અક્ષરો લખીને કાગળમાં આપી ગીતમાં જે જે અક્ષરનો સ્વર આવે એમ એ અક્ષર જેની પાસે હોય એ બાળક ઉભો થઈને ગીત ગાય છે. આ રીતે બાળકને કક્કો શીખવાની ખૂબ જ મજા પડે છે અને સરળતાથી કક્કો શીખી જાય છે. જો આવી જ રીતે આજની શિક્ષણ પ્રથામાં રમતા રમતા ભણવાનો આવો જ પ્રયોગ અજમવામાં આવે તો બાળકોને ક્યારેય ભણતરનો ભાર નહિ લાગે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW