HomeGujaratમોરબી: ઝુલતા પુલ દુર્ઘટના વખતે PMની મુલાકાતના ખર્ચની ખોટી માહિતી ટ્વીટ કરવા...

મોરબી: ઝુલતા પુલ દુર્ઘટના વખતે PMની મુલાકાતના ખર્ચની ખોટી માહિતી ટ્વીટ કરવા મુદે TMC નેતાની ધરપકડ બાદ જામીન પર છુટકારો

મોરબી ઝુલતા પુલની દુર્ધટના બની હતી એ આ ઘટના એક તરફ દેશમાં શોકનો માહોલ ફેલાયો હતો તો બીજી તરફ રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો હતો.ઘટનાની ગંભીરતા જોઈ પ્રધાનમંત્રી મોદી મોરબી આવ્યા હતા અને પીએમ દિવંગત ના પરિવારોને સાંત્વના પાઠવી હતી આ દરમિયાન તેમના પ્રોટોકોલ મુજબ જરૂરી વ્યવસ્થા પણ કરાઈ હતી જે રાજકીય મુદો બની ગયો હતો અને ૧ ડીસેમ્બરના ગુજરાત વિધાનસભા ચુંટણી માટે મતદાન થયું હતું આઆ દરમિયાન ટીએમસીના નેતા એ એક ટ્વીટર આઈડીના સ્ક્રીન શોટ મુકીને પ્રધાનમંત્રી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી જેમાં પીએમના મોરબી મુલાકાત માટે રૂ 30 કરોડનો ખર્ચ થયો હોવાની વાત જણાવવામાં આવી હતી મતદાન દિવસે આવી ખોટી અને લોકોને ભ્રમિત કરતી ટ્વીટ વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતું અને આ ટ્વીટ આચાર સહિત વિરુદ્ધમાં હોવાથી મોરબી પ્રાંત અધિકારીએ ટીએમસી નેતા સાકેત ગોખલે તેમજ દક્ષ પટેલ નામની બે વ્યક્તિ વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે ટીએમસી નેતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સાકેત ગોખલેના વકીલ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી હતી બન્ને પક્ષની દલીલ સાંભળી હતી બાદમાં સાકેત ગોખલેને રૂ 15 હજાર ના બોન્ડ પર શરતી જામીન મંજુર કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW