દેશના પ્રથમ કાયદા મંત્રી તેમજ રાષ્ટ્ર બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરને 66માં મહાપરિનિર્વાણ દિવસ પર યાદ કરી રહ્યું છે. તેમણે તેમનું આખું જીવન સામાજિક દુષણોને દૂર કરવામાં વિતાવ્યું. તેમણે જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે લાંબો સંઘર્ષ કર્યો. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેઓ એક મહાન વિદ્વાન અને સમાજ સુધારક હતા.
રાષ્ટ્ર આજે ભારતરત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને તેમના 67માંમહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
રાષ્ટ્રના નિર્માણમાં ડોક્ટર બાબા સાહેબના યોગદાનને દર્શાવતા અનેક કાર્યક્રમોનું દેશભરમાં આયોજન કરાયું છે. નવી દિલ્હીમાં સાંસદ અને મહાનુભાવો દ્વારા સંસદભવન પરિસરમાં આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર પુષ્પાજલિ અર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ભારતીય બંધારણના જનક ડોક્ટર આંબેડકર ન્યાયપ્રિય, અર્થશાસ્ત્રી,રાજનેતા અને સમાજસુધારક હતા, જેમણે વંચિતો, મહિલાઓ અને શ્રમિકોની સામે થતા સામાજિક ભેદભાવ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. તેમને 1990માં મરણોત્તર ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
ડૉ.ભીમરાવ રામજી આંબેડકરનું 6 ડિસેમ્બર, 1956ના રોજ અવસાન થયું હતું.આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ગણવામાં આવે છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં ડૉ. બી.આર. આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.

