Sunday, July 7, 2024
HomeGujaratગુજરાત વિધાન સભા ચુંટણીમાં બીજા તબક્કાનું આજે મતદાન :પીએમ મોદી ,ગૃહ મંત્રી...

ગુજરાત વિધાન સભા ચુંટણીમાં બીજા તબક્કાનું આજે મતદાન :પીએમ મોદી ,ગૃહ મંત્રી શાહ અને સીએમ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા છે. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું છે. જ્યારે વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની પત્નીએ મતદાન કરી જણાવ્યું હતું કે, વિરમગામ બેઠક પર લોકો પરિવર્તન ઇચ્છે છે.

નવા મતદાર યુવક-યુવતીઓને મતદાન કરવા અપીલ
મતદાન કરી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે બીજા તબક્કાના મતદાનનો દિવસ છે. જેમને પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે સૌ યુવક-યુવતીઓને અપીલ કરું છું કે, આપનો મત જરૂર આપો અને ગુજરાતના વિકાસ આગળ વધારો. સમગ્ર ભારતના વિકાસનો પાયો ગુજરાત છે

વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇન લાગી છે. મતદારો ઝડપથી મતદાન કરે તે માટે રાજકીય પક્ષો દ્વારા મતદાન મથકના અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ મતદારોને મોબાઈલ મતદાન મથકમાં ના લઈ જવા દેતા મતદારો વોટ આપ્યા વિના જ પરત જઈ રહ્યા છે.

સિનિયર સિટીઝનોને મુશ્કેલી પડી
મુમતપુરા પ્રાથમિક શાળા બુથ વેજલપુર વિધાનસભા સિનિયર સિટીજન મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ મતદાન મથકે સિનિયર સિટીઝન માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચૂંટણીપંચનું નોટિફિકેશન હોવા છતાં સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બીમાર સિનિયર સિટીઝન ચાલીને મત આપવા માટે પહોંચ્યા હતા

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW