Wednesday, May 15, 2024
HomeGujaratCentral Gujaratગુજરાત ઈલેકશન અપડેટ બીજા તબક્કામાં 4 વાગ્યા સુધી 54% મતદાન, પણ પહેલાની...

ગુજરાત ઈલેકશન અપડેટ બીજા તબક્કામાં 4 વાગ્યા સુધી 54% મતદાન, પણ પહેલાની જેમ મતદાન ઘટે તેવી શક્યતા,

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપને 37 અને કોંગ્રેસને 22 બેઠકો મળી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને તેણે 17 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 14 બેઠકો મળી હતી.

બપોરે 4 વાગ્યા સુધીમાં 54% મતદાન, બીજા તબક્કામાં પણ પહેલાની જેમ જ ધબડકો થવાની શક્યતા, નેતાઓ મુંજાયા!

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપને 37 અને કોંગ્રેસને 22 બેઠકો મળી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને તેણે 17 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 14 બેઠકો મળી હતી.

બપોરે 4 વાગ્યા સુધીમાં 54% મતદાન

સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61% મતદાન
સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 59% મતદાન
પાટણ જિલ્લામાં 54% મતદાન
મહેસાણા જિલ્લામાં 55% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 61% મતદાન
અરવલ્લી જિલ્લામાં 58% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 56% મતદાન
અમદાવાદ જિલ્લામાં 48% મતદાન
આણંદ જિલ્લામાં 57% મતદાન
ખેડા જિલ્લામાં 57% મતદાન
મહિસાગર જિલ્લામાં 52% મતદાન
પંચમહાલ જિલ્લામાં 57% મતદાન
દાહોદ જિલ્લામાં 50% મતદાન
વડોદરા જિલ્લામાં 53% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 58% મતદાન

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એ જ વચ્ચે કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો અને આ આરોપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને માહિતીનો તાગ મેળવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.

ઘટના કંઈક એમ બની કે સ્કૂલની બહાર વિરોધપક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું, જેમાં મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતા. આ પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવવામાં આવી રહ્યું છે એવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે બળદેવજી ઠાકોર સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં વિરોધપક્ષના લોકો વચ્ચે ગંદી રીતે ગાળાગાળી થઈ. એ બાદ મામલો ઉગ્ર બની ગયો અને ઝપાઝપી સુધી પહોંચ્યો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW