આપણે સૌ જાણીએ છીએ તેમ વારંવાર ભુકંપના આંચકાઓનો અનુભવ લોકો કરતાં હોય છે. ભુકંપની તીવ્રતા જેમ ઓછી તેમ તેની અસર પણ ઓછી હોય છે. પરંતુ જેમ ભુકંપની તીવ્રતા વધી જાય તેમ તેની અસર પણ વધી જાય છે. અને આ અસર માપવાના યંત્રને સિસ્મોગ્રફ કહે છે. જેનાથી ભુકંપ કેટલી તીવ્રતાનો છે તે માપી શકાય છે..
અફઘાનિસ્તાનમાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આજે સવારે લગભગ 8.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ 170 કિમી હતી.અફઘાનિસ્તાનના લોકો ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા.આગાઉ અફગાનિસ્તાનમાં જુન 2022માં પણ મોટી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં મોટા પાયે જાન હાની થઇ હતી

