HomeGujaratમોરબી:દુષ્કર્મ પીડિતાના પરિવારને હોસ્પિટલમાં જઈ ધમકાવ્યાનો આરોપ, સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા

મોરબી:દુષ્કર્મ પીડિતાના પરિવારને હોસ્પિટલમાં જઈ ધમકાવ્યાનો આરોપ, સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા

મોરબી નજીક એક પ્રોઢ મહિલા કર્મચારી ગત તા 1ની મોડી રાત્રે સફાઈ કામ કરતી હતી તે દરમિયાન બે નરાધમોએ કારમાં અપહરણ કર્યું હતું અને તે ધારિયાની અણીએ તેમના પર દુષ્કર્મ કર્યું હતું આં ઘટના બાદ મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન શુક્રવારે મોડી રાત્રે કેટલાક શખ્સ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને મહિલા તેમજ તેમના પરિવાર જનોને પોલીસ કેસના ચક્કરમાં નહી પડવા નું કહી ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા દલિત સમાજના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને આ ઘટના બાદ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને જ્યાં સુધી ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી નહિ થાય તેમજ ભોગ બનનાર પરીવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહી આવે ત્યાં સુધી હોસ્પીટલથી દુર નહિ ખસવાની ચીમકી આપી હતી

સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલાનો પરિવાર આખી રાત એકલો કોઈ પણ પોલીસ પ્રોટેક્શન વિના રાખતા પરીવારમાં ડરનો માહોલ હોય જેથી આ બાબતે જિલ્લા પોલીસ વડાને હોસ્પિટલની મુલાકાત લેવાનું જણાવતા એસપીએ પોતાને મીટીંગમાં જવાનું હોય તેમ કહી આવવાની ના પાડી હતી આ વાતથી આગેવાનો રોષે ભરાયા અને તેઓએ ગરીબ મહિલા પર આ રીતે દુષ્કર્મ થાય બાદ તેમને ધાકધમકી આપવામાં આવતી હોય તેમ છતા પોલીસને હોસ્પીટલમાં આવવાનો પણ સમય ન હોય તેઓ માટે આવડી મોટી ઘટના કરતા મીટીંગ વધુ મહત્વની છે તેવા પણ આક્ષેપ કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW