રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કેન્દ્રની પેરા મિલિટરી ફોર્સ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે આવી જ એક ટીમ પોરબંદર જિલ્લામાં ફાળવણી કરવામાં આવી હતી દરમિયાન શનિવારના રોજ ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાન વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેમાં ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે જવાનોએ એકબીજા પર કર્યું ફાયરિંગ, કર્યું હતુ.ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે.
પોરબંદર સ્થિત નવાબંદર સાયક્લોન સેન્ટરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના 2 જવાનો વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતાં બંન્ને હિંસક બન્યા હતા અને જોત જોતમાં બંન્ને રાયફલ લઈને એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધો હતો જેમાં ગોળી વાગવાથી બંન્ને જવાન ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા આ જીવલેણ ઘટનામાં બીજા બે જવાનો પણ ઘાયલ થયાની ચર્ચા છે. ઘટનાના પગલે ઉચ્ચે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તોબડતોબ તપાસ હાથ ધરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ હિંસક ઘટનાની તપાસ ચાલું છે.

