મોરબી સહીત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો આ ઘટનામાં પોલીસે બી ડીવીઝન પોલીસ મથકમાં કંપનીના નામ કે વિના ફરિયાદ નોધી હતી અને આ ઘટનામાં પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ, દિનેશ દવે,પ્રકાશ પરમાર,દેવાંગ પરમાર, દિલીપ ગોહિલ અલ્પેશ ગોહિલ,મુકેશ ચૌહાણ સહીત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ 9 આરોપીઓ પૈકી 8 આરોપી દ્વારા તા 18 ના રોજ જયારે એક આરોપીએ 19ના રોજ મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે કોર્ટે બન્ને પક્ષની દલીલ ધ્યાન લીધા બાદ સુનવણી પહેંલા 21 બાદ 23 તારીખ સુધી મુલતવી રાખી હતી આજે તા 23 મી ના રોજ મેજીસ્ટ્રેટ દ્વારા આ જામીન પર પોતાનો ચુકાદો આપ્યો હતો અને પ્રથમ અરજી કરનાર 8 આરોપીઓની જામીન અરજી રદ કરી હતી.જયારે એક આરોપીની જામીન અરજી 24ના રોજ સુનવણી કરવામાં આવશે,

