મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા સીટ માટે તા 1 ડીસેમ્બરના રોજ યોજાનારા મતદાન માટે ઉમેદવારો પુર જોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વાંકાનેર વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સુરાણી અને વિવિધ જિલ્લા તેમજ દિલ્હી અને પંજાબથી આવેલ પ્રતિનિધિઓ અલગ અલગ ગામમાં ફરી પ્રચાર કરી રહ્યા છે આ પ્રચાર યાત્રા વાકાનેરના જેતપરડા ગામમાં પહોચી હતી જ્યાં ગામલોકોએ તેમનું પુરજોશમાં સ્વાગત કર્યું હતું તો રાંધણ ગેસથી લઇ અલગ અલગ ખાદ્ય ચીજના વધેલા ભાવથી પરેશાન મહિલાઓએ ખાલી ગેસના બાટલા માથે ઉચકી મોઘવારીનો વિરોધ કર્યો હતો મહિલાઓએ મોઘવારી સામે મુકિત અપાવવા આપના ઉમેદવાર વિક્રમ સુરાણી સમક્ષ રજૂઆત કરી હતી

