મોરબી બેઠક પર ચુંટણી લડતા ઉમેદવારો દ્વારા તેમણે ચુંટણી પ્રચાર દરમિયાન કરેલ ખર્ચની વિગત જાહેર કરી હતી આ વિગતમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખર્ચે સૌ કોઈ લોકોની આખો પર વિશ્વાસ ન આવે તેટલી રકમ રજુ કરી હતી જયંતીભાઈએ માત્ર તેમનો ચુંટણી ખર્ચ રૂ 10,300 જ રજુ કર્યો હતો 6-6 વાર ચુંટણી લડવાનો અનુભવ ધરાવતા જયંતિભાઈનો આ ચુંટણી ખર્ચ રજુ કરવાનો અંદાજ જુના અનુભવ આધારે રજુ કર્યો કે અન્ય કોઈ પરીબળ ભાગ ભજવી રહ્યું છે તેવા સવાલ ઉભા થયા ચછે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા નોમીનેટ કરેલ ઉમેદવારના ખર્ચ ઓબ્જ્રવાર તેમજ તેમની નીચેની આખી ટીમ દ્વારા જયંતિભાઈનો ખર્ચ એસી ઓફિસમાં બેસીને માન્ય કરી લીધો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
મોરબી સીટ પર આજે વિવિધ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલ ચૂંટણી ખર્ચ મુજબ ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ રૂ 4,90,460 ખર્ચ રજૂ કયો હતો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઈ પટેલ દ્વારા 10,300 જેટલો જ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો મોરબી બેઠકમાં 24 કલાક ધમધમતા કાર્યાલય અને તેમાં મંડપ ધમધમતા ચા પાણી મોટા પાયે રોજ નાસ્તા પાણી સહિતના ખર્ચ આ ઉપરાંત અનેક સ્થળોએ હોર્ડીંગ સહિતનો લાખો રૃપિયાનો ખર્ચ હોવા છતાં માત્ર 10,030 લેખિત રૂપે
જયંતિભાઈ કર્યો છે આશ્ચર્યજનક વાત તો એ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયા 4 ગણાથી વધુ એટલે કે રૂ 53,465 રજૂ કર્યા છે.કોંગી ઉમેદવાર જયંતિભાઈએ રજૂ કરેલ ચૂંટણી ખર્ચ 10 અપક્ષ ઉમેદવારથી માત્ર 300-400 જ વધુ જોવા મળ્યો છે. અપક્ષ ઉમેદવાર ઈકબાલ કટિયાએ 10,050 બીજા અપક્ષ ઉમેદવાર ગોપાલ સીતાપરા ,હસન મોવર,અકબર જેડા ,શાહમદાર દાઉદશા,આરીફ ખાન મહમદ હુસેન,નિરુપમા મધુ,તેમજ જાદવ મહેશભાઈએ 10,050 ચૂંટણી ખર્ચ રજુ કયો હતો. બીએસપી ઉમેદવાર કાસમ સુમરાનો ચૂંટણી ખર્ચ 10,030 રજૂ કરાયો હતો

