મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા બૌદ્ધ નગર વિસ્તારમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને હનુમાન મંદિર,પાસે આવેલી એક નાનકડી દેરી જેવા મંદીરના તાળા તોડી તસ્કરો મંદીરનો ઘંટ તોડી લઈ ગયા હતા. આ ઉપરાંત પાસે આવેલ આંગણવાડીના પણ તાળાં તોડી તસ્કરો બાળકો માટે રસોઈ બનાવવા વાસણની ચોરી કરી લઈ ગયા હતા.

બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરીની ઘટનાથી રોષે ભરાયા હતા. સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો કે આ વિસ્તાર અગાઉ પણ આ રીતે મંદિર તેમજ બાલ મંદિરના તાળા તોડી ચોરીના પ્રયાસ થયા છે તો કેટલાક લોકો આ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધવા પાછળ અહી દારૂનું દુષણ વધવાને માની રહ્યા છે દારૂના રૂપિયાનો જુગાડ કરવા આવા તત્વો અલગ અલગ જગ્યા એ નાની મોટી ચોરી કરતા હોવાના પણ આક્ષેપ કરી રહ્યા છે

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. અને ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી.


