HomeGujaratમોરબી જીલ્લાની ત્રણ બેઠક પર 18 મી યોગી આદિત્યનાથ સહીત ત્રણ સીએમ...

મોરબી જીલ્લાની ત્રણ બેઠક પર 18 મી યોગી આદિત્યનાથ સહીત ત્રણ સીએમ સભા ગજાવશે

વિધાનસભા ચુંટણીના પડઘમ તેજ થવા લાગ્યા છે હવે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવાર પણ નક્કી થતાની સાથે ચુંટણી પડઘમ તેજ થઇ ગયા છે ખાસ કરીને રાજકિય પક્ષોના સ્ટાર પ્રચારકોના પણ ચુંટણીની સભા ગજાવવા તૈયાર થઈ ચુક્યા છે. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોના કાર્યક્રમના સીડ્યુલ પણ તૈયાર થઇ ચુક્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક પર સ્ટાર પ્રચારક સભા ગજાવવાના છે. જેની શરુઆત ત્રણ રાજ્યોના સીએમથી થવાની છે તા 18ના રોજ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સભા ગજાવવામાં આવશે જેની શરુઆત વાંકાનેર બેઠકથી થશે. આ બેઠકમા 18મી ના રોજ સવારે 9:30 કલાકે વાંકાનેરના રાતી દેવડી ગામ પાસે આવેલ કિરણ સિરામિકના ગ્રાઉન્ડમાં પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીના સમર્થનમાં સભા ગજાવશે તો ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ રવાપર ગામ ખાતે આવેલ બહુચરાજી મંદિર સામેના મેદાનમાં ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાના સમર્થનમાં જયારે એમપીના સીએમ મોરબી માળિયા બેઠકમાં કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં રત્નકલા એક્સપોર્ટના ગ્રાઉન્ડમાં સાંજે 4 કલાકે સભા કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW