HomeGujaratહળવદના સાપકડામાં 50 ઘેટાના શંકાસ્પદ મોત, જંગલી પશુએ શિકાર કર્યાની આશંકા

હળવદના સાપકડામાં 50 ઘેટાના શંકાસ્પદ મોત, જંગલી પશુએ શિકાર કર્યાની આશંકા

હળવદ તાલુકાના સાપકડા ગામમાં આવેલ નાનજીભાઈ ભોજાભાઈની વાડામાં મોટી સંખ્યામાં ઘેટા રાખવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે એક સાથે 50 જેટલા ઘેટાના શંકાસ્પદ રીતે મોત થયા હતા. તો બીજા ઘેટાઓને નાની મોટી ઈજા પહોચી હતી ઘટના બાદ ગ્રામ જનોએ કોઈ જંગલી જાનવર દ્વારા તેના પર હુમલો કરતા તમામના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો ઘટના બાદ વન વિભાગની ટીમ તેમજ વેટરનરી તબીબ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

આ જંગલી જાનવરના કારણે માલધરી પરીવાર ની આજીવીકા છીનવાઈ ગઈ હતી જેથી તેઓ દ્વારા સરકાર પાસે વળતરની માંગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW