HomeGujaratવાંકાનેર બેઠકમાં કેસરીદેવસિંહ જાડેજા બળવો કરવાના મૂળમાં ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ...

વાંકાનેર બેઠકમાં કેસરીદેવસિંહ જાડેજા બળવો કરવાના મૂળમાં ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ ફોર્મ ઉપાડ્યું

ભાજપ દ્વારા રાજ્યની ૧૬૦ બેઠકના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે અને તેને લઇ હવે ઉમેદવારો તેમના સમર્થક સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પણ રીટર્નીંગ ઓફિસર સુધી પહોચવા લાગ્યા છે જોકે બીજી તરફ કેટલાક સ્થળોએ ટીકીટ ન મળતા બળવાખોરીની શરુઆત પણ થવા લાગી હોય તેવા ચિત્ર પણ સામે આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાની વાકાનેર બેઠકમાં ભાજપે તેના જુના ચહેરા જીતેન્દ્ર સોમાણીના નામને રીપીટ કરતા આ બેઠકના મજબુત ઉમેદવારના દાવેદાર તરીકે માનવામાં આવતા કેસરીદેવસિંહ જાડેજાની નારાજગી આખે ઉડીને વળગી રહી છે રાજવી પરિવાર સાથે જોડાયેલ કેસરી દેવસિંહને ભાજપે ટીકીટ ન આપતા બળવો કરવાના મૂળમાં હોય તેવા સંકેત સામે આવી રહ્યા છે અને આજે તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ઉપાડ્યા હોવાના સમાચાર સુત્રો પાસેથી આવી રહ્યા છે આવતીકાલ અને પછીના એમ બે દિવસ સતાવાર રીતે ફોર્મ મેળવવા અને રજુ કરવાની રજા રહેતી હોવાથી સોમવારે કેસરી દેવ સિંહ ફોર્મ ભરવા પહોચે છે કે તે પહેલા ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરે છે તે જોવું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW