વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યું છે રાતના 8:00 વાગ્યા થી 11:30 વાગ્યા સુધી પાર્લામેન્ટી બેઠક ચાલી હતી આ બેઠક ની અંદર કયા ઉમેદવારને ટિકિટ આપવી તેના માટે મંથન કરવામાં આવ્યું હતું જો કે સમગ્ર મામલે આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ પોતાના પ્રથમ ઉમેદવાર નું લિસ્ટ જાહેર કરશે 89 થી વધુ ઉમેદવારો આવતીકાલે ભાજપ જાહેર કરી શકે છે જેમાં મોટાભાગના ઉમેદવારો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિતના ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરી શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 40% યુવા ચહેરાને ઉમેદવાર ભાજપ જાહેર કરી શકે છે
ભાજપ દ્વારા એક તરફ પાર્લામેન્ટરી બોર્ડ શરૂ થતા ની સાથે જ ગુજરાતમાં અનેક જૂના જોગીઓએ સ્વૈચ્છિક ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલ, જયદ્રથસિંહ પરમાર સહિત અનેક જૂના જોગીઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે જોકે સમગ્ર મામલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હાઈ કમાન્ડ દ્વારા આ તમામ નેતાઓને સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ સ્વૈચ્છિક ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
અંતે ઉલ્લેખનીય છે કે ભાજપ અત્યાર સુધીમાં પોતાની ઉમેદવારી યાદી હંમેશા મોડી રાત્રે જાહેર કરતી આવી છે ત્યારે સમગ્ર ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી રાહ જોઈ રહી છે તેવામાં દિલ્હી હાઈ કમાન ક્યારે ઉમેદવારોની યાદી જાહેર કરે છે તે જોવું રહ્યું પરંતુ અનેક ઉમેદવારોને મોડી રાત્રે દિલ્હી હાઈ કમાન્ડે ટેલીફોનિક જાણ પણ કરી દેવાની વાત સામે આવી રહી છે

