મોરબીના ઝુલતાપુલની ગોજારી ઘટનાની અંદર 135 લોકોના મોત નીપજ્યા છે જેને લઇ અનેક એજન્સીઓ તપાસનો ધમધમાટ કરી રહી છે આ દુર્ઘટનામાં ચોકાવનારી વિગતો પણ સામે આવી છે આ કેસને લઈ તપાસમાં કોઈ કચાશ નહીં છોડવામાં આવે તેવુ રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું છે હાલ તો પોલીસે સમગ્ર મામલે કલેકટર કચેરી, નગરપાલિકા અને પુલ સંચાલન પાસે દસ્તાવેજો માંગ્યા છે જેમાં નગરપાલિકા અને પુલ સંચાલન પાસે થી દસ્તાવેજો આવી ગયા છે જ્યારે કલેકટર કચેરી દ્વારા જરૂરી દસ્તવેજો પૂરા નથી પાડવામાં આવ્યા તેવી માહિતી સામે આવી રહી છે
સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં નવ આરોપીને પકડી મેનેજર, કોન્ટ્રાક્ટર સહિતનાઓને રિમાન્ડ પર લેવાયા હતા અને હાલ આરોપીઓ જેલ હવાલે છે આ કેસમાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસે નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટર પાસે દસ્તાવેજોની માંગણી કરી હતી જેમાં નગરપાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજો મળી ચૂક્યા છે જ્યારે કલેકટર કચેરી પાસેથી હજુ પણ જરૂરી દસ્તાવેજો નથી મળ્યા ત્યારે પોલીસ દ્વારા હાલ કલેકટર કચેરી પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવવા માટે તજવીજ હાથ ધરી છે

કલેકટર કચેરી તપાસને નક્કર બનાવવા જરૂરી દસ્તાવેજો હજુ સુધી પૂરા નહીં પાડતા અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે શું કલેકટર કચેરી કોઈને છાવરી રહી છે ? શું કલેકટર કચેરી કોઈને બચાવવા માંગી રહી છે ? શું કલેકટર કચેરી કોઈના કહેવાથી હજુ સુધી દસ્તાવેજી સાહિત્યો પોલીસને નથી સોંપી રહી ? આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાય રહ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે દસ્તાવેજી સાહિત્ય કલેક્ટર કચેરી પાસે છે તેમાં ઝુલતા પુલ ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યું તે નિયમ વિરુદ્ધ પગલું હોવાનું મનાઈ રહ્યું છે ઓરેવા અને સતાધીશોની સાંઠગાંઠ હતી કે કેમ આવી અનેક વિગતોનો પર્દાફાશ આ દસ્તાવેજ ની અંદર થઈ શકે છે

અંતે ઉલ્લેખનીય છે કે આ ભયંકર દુર્ઘટનામાં પોલીસ દ્વારા આઇપીસી કલમ 304 હેઠળ ગુનો નોંધી અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજુ પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ રાખ્યો છે હાલ હાઇકોર્ટમાં પણ સમગ્ર મામલે સુઓમોટો દાખલ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે કલેક્ટર કચેરી દ્વારા દસ્તાવેજી સાહિત્યો પોલીસને સોંપવામાં આવે છે
મોરબીની આ દુર્ઘટનાની તપાસ દરમીયાન પોલીસ દ્વારા મોરબી કલેકટર અને રાજકોટ કલેકટર દ્વારા ઝુલતા પુલની રીનોવેશન તેમજ પાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે થયેલા કરાર બાબતના તમામ દસ્તાવેજ માગણી કરવામાં આવી હતી જે તે સમયે તપાસ અધિકારી દ્વારા હજુ સરકારી કચેરીમાંથી પૂરતા દસ્તાવેજ ન મળ્યા હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું આ બાબતે મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી કલેકટર ઓફીસ તરફથી તપાસ ટીમ દ્વારા માંગવામાં આવેલ દસ્તાવેજ સોપી દેવામાં અઆવ્યા છે અન્ય કોઈ કચેરીના દસ્તાવેજ બાકી છે કે કેમ તે અંગે તેમને ખ્યાલ નથી
અત્રે ઉલ્લખનીય છે કે 2007માં પ્રથમવાર ઓરેવા ગ્રુપ અને પાલિકા વચ્ચે ઝુલતા પુલના રીનોવેશનના કરાર થયા ત્યારે મોરબી રાજકોટ જિલ્લા કલેકટરનો ભાગ હતું અને 2014 બાદ જીલ્લો અલગ થયો હતો જેથી જુના દસ્તાવેજ રાજકોટ કલેકટર પાસે હોવાનું સામે આવી રહ્યું છે અને ત્યાથી આ પ્રકારના દસ્તાવેજ ન મળયા હોવાની વાત પણ સામે આવી રહી છે આ ઉપરાંત ગાંધીનગર એફ એસએલની ટીમ દ્વારા પણ નમુના લઇ તપાસ અર્થે મોકલાવેલ છે અને તેનો રીપોર્ટ પણ હજુ આવાવાનો બાકી છે

