HomeGujaratમોરબીની ત્રણેય સીટ પર તા. 12 અને 13 નવે. ઉમેદવારી પત્ર  મેળવવા...

મોરબીની ત્રણેય સીટ પર તા. 12 અને 13 નવે. ઉમેદવારી પત્ર  મેળવવા અને જમા લેવાની કામગીરી બંધ રહેશે

3 નવેમ્બરથી વિધાન સભા ચુંટણી જાહેર થયા બાદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આં અંગે ૫મી નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યા બાદ જીલ્લાની ત્રણ બેઠક  મોરબી -માળિયા , ટંકારા-પડધરી અને વાંકાનેર વિધાનસભા વિસ્તાર માતે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની પ્રકિયા શરૂ કરવામા આવી છે. 5 નવેમ્બરથી વિવિધ વિધાનસભા વિસ્તારના રીટર્નીંગ ઓફિસર પાસે ફોર્મ મેળવવા અને જમા કરવાની પ્રકિયા પણ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની સુચના પ્રમાણે તા 12 અને 13 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર  મેળવવા અને જમા લેવાની કામગીરી બંધ રહેશે જયારે 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે

ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની સુચના પ્રમાણે ભારતના ચૂંટણી પંચે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે નિયત કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.14 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. જાહેર રજાના દિવસો બાદ કરતા બાકીના દિવસોએ સવારના 11 કલાકથી બપોરના 03કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.જોકે જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહીં.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.25 /10/2022 ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાની અવેજીમાં તા. 12/11/22 ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. તા.12/11 22 ના બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable instruments Act,1881 ની કલમ-25 હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત રવિવારના દિવસે પણ જાહેર રજાના કારણે કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં એમ વધુ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW