HomeGujaratપાણીમાં એવોર્ડ મેળવનાર મોરબી જિલ્લામાં પાણી માટે વલખા !!! માળીયાના અગરિયાઓની પાણી...

પાણીમાં એવોર્ડ મેળવનાર મોરબી જિલ્લામાં પાણી માટે વલખા !!! માળીયાના અગરિયાઓની પાણી માટે ગુહાર

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના રણ વિસ્તારમાં મીઠા ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અગરિયાઓ રણ વિસ્તારમાં પોતાના કુટુંબ પરિવાર સાથે સ્થળાંતર કરી અંદાજિત નવ માસ જેટલા સમય માટે મીઠું પકાવવા માટે ત્યાં વસવાટ કરવા પહોંચ્યા છે ત્યારે અગરિયાઓ માટે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તંત્રને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી આ અગરિયાઓને પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી કરી દેવામાં આવી ત્યારે ફરી એક વખત આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી

તારીખ 19/10 ના રોજ અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કોડીનેટર મારુતસિંહ બારૈયા દ્વારા મોરબી પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજેનર સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે માળિયા તાલુકાના રણ વિસ્તારમાં અગરિયા માટે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે પરંતુ હજુ સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા માળિયા તાલુકાના રણ વિસ્તારમાં અગરિયાઓને પીવાના પાણીના ટેન્કરો માટે કોઈ વ્યવસ્થા ન કરતા હાલ અગરિયાઓ પાણી માટે વલખા મારતા હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે અગરિયાઓને ક્યારે પાણી મળી રહે તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે

માળીયા એ એક સૂકો રણ પ્રદેશ છે હજારો શ્રમિકો ત્યાં મીઠા ઉપાદક સાથે સંકળાયેલા છે મીઠું પાકવાની શરુવાત થાય ત્યારથી આ અગરિયા પોતાના પરિવાર સાથે ખારાપટ એવા અગરોમાં વસવાટ કરવા પહોચી જતા હોય છે અતિયન્ત દુર્ગમ એવા આ વિસ્તારમાં આખો દિવશ કાળી મજૂરી કરતા આ પરિવારને પીવાના પાણી માટે કોઈ સ્ત્રોત ત્યાં નથી આથી તેમને પીવાના પાણી તેમને ટેન્કર મારફતે પહોચાડવામાં આવે તેવી સતત માંગ થતી રહી છે પરંતુ લાપરવાહ અને નિંભર તંત્ર ના પાપે હજારો અગરિયા પીવાના પાણી થી આજે પણ વંચિત છે આમ તો હવાતિયાં મારી ને અગરિયાઓ પીવાનું પાણી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ સંવેદના હીન તંત્રના મનમાં ક્યારે માનવતા જાગશે એ કહેવું મુશ્કેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW