ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત થતાની સાથે ચુંટણી તંત્ર એક એક્શનમ આવી છે અને ચુંટણી અંગે વિવિધ જાહેરનામાં પણ પ્રસિદ્ધ થવા લાગ્યા છે. અને પ્રાંત અધિકારીને હાલ જે તે વિધાન સભા સીટના રીટર્નીંગ ઓફિસર પણ નિમણુક કરવામાં આવી છે હવે તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે અને ચૂંટણીને લઈને વિવિધ જાહેરનામા પણ પ્રસિદ્ધ થવા લાગ્યા છે. ત્યારે
આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાનું અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો 65 મોરબી માળિયા 66 વાંકાનેર કુવાડવા તેમજ ટંકારા પડધરી એમ ત્રણેય બેઠક પર ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે
આજે આજે કુલ મળી કોંગ્રેસ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ કુલ 13 ફોર્મ ઉપડ્યા હતા.જોકે એક પણ ફોર્મ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જમા થયું નથી.
વિધાનસભા સભા સીટ મુજબ મોરબી માળિયા બેઠક માટે 10 વ્યક્તિ દ્વારા 12 વાંકાનેરમાં 1 ઉમેદવાર દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જ્યારે ટંકારામાં એક પણ ફોર્મ ઉપડ્યું નથી.હજુ સુધી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા ન હોવાથી હજુ મર્યાદિત ફોર્મ જ ઉપડ્યા છે. આગામી દિવસોમાં જ્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની યાદી જાહેર કરશે ત્યારબાદ ફોર્મ ઉપડવાની સંખ્યા વધે તેવી સંભાવના સેવાઈ રહી છે.

