HomeGujaratમોરબી ઝુલતા પુલની ઘટનામાં મુખ્ય કેબલ અને મટીરીયલની FSL તપાસ માટે નમુના...

મોરબી ઝુલતા પુલની ઘટનામાં મુખ્ય કેબલ અને મટીરીયલની FSL તપાસ માટે નમુના લેવાયા

મોરબી શહેરની દર્દનાક એવી ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે વિવિધ વિભાગ દ્વારા જરૂરી એક્શન લેવાની અને પ્રાથમિક તપાસ મુજબ જવાબદારીની આશંકા છે તેવા અધિકારી કર્મચારી પર ગાળિયો કસવામાં આવી રહ્યો છે તો રાજ્ય સરકારના આદેશને પગલે નીમવામાં આવેલ તપાસ કમિટી દ્વારા પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ઘટનામાં બ્રીજ તુટવા પાછળ જેને સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે તે કેબલની ગુણવતા ચકાસણી માટે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે આં માટે તપાસ કમિટી તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની સાથે ફોરેન્સિક લેબોરેટરીના તજજ્ઞએ આજે ફરી એકવાર જુલતા પુલની મુલાકાત લીધી હતી અને કેબલ તેમજ બ્રીજ સાથે જોડાયેલ અન્ય મટીરીયલના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુના તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે આગામી દિવસમાં લેબોરેટરીનો રીપોર્ટ આવયે ઘણી બધી હકીકતમાંથી પડદા ઉઠે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW