HomeGujaratમોરબીમાંથી મચ્છુ નદીમાં 24 કલાક ચાલુ રહેતું ગટરનું પાણી રેસ્ક્યુ ઓપરેશનમાં પડકાર...

મોરબીમાંથી મચ્છુ નદીમાં 24 કલાક ચાલુ રહેતું ગટરનું પાણી રેસ્ક્યુ ઓપરેશનમાં પડકાર બન્યું

મોરબીના જુલતા પુલની ગોજારી દુર્ઘટનામાં 135 લોકોના મૃતદેહ મળ્યા હતા. તેમજ અન્ય મૃત દેહને શોધવા 4 દિવસથી રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે હવે આ કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે આ ઘટનામાં મોરબીથી 24 કલાક આવતું ગટરનું પાણી ગાંડીવેલ તેમજ માટી ઉપરાંત બંને સાઇડ આવવા જવાનો રસ્તા યોગ્ય ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી જનક હોવાનું સામે આવ્યું છે.

મોરબીના ઇતિહાસની હોનારત અને ભૂકંપ પછીની ત્રીજી અત્યંત પીડાદાયક અને ક્યારેય ન ભૂલી શકાય તેવી જુલતા પુલની દુર્ઘટના આ ઘટનાએ એક સાથે 135 લોકોના ભોગ લઇ લીધો છે.જેમાં અનેક પરિવાર નોંધારા થઈ ગયા તો કેટલાકનું આખું પરિવાર હોમાયું છે.આ દુર્ઘટનામાં જેટલા પણ લોકોને બચવી શકાય તેટલી કામગીરી પ્રથમ સ્થાનિક તરવૈયાઓએ તેમજ મોરબીના લોકોએ તમામ પ્રયાસ કર્યા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ ફાયર અને એનડીઆરએફ, એસડીઆરએફ,આર્મી, નેવી સહિતની ટીમે ઘટનાની મોડી રાતથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે ગુરુવારે પણ ચાલુ રહ્યું હતું. હાલ આ રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી તમામ મૃતદેહ કાઢવા મથામણ કરી હતી. તંત્રે પાજ તોડી પાની કાઢવા પ્રયત્ન કરાયો હતો જોકે હાલ જ્યાં ઘટના બની હતી ત્યાં ખાડો હોવાથી મોટા પાયે પાણી ભરાયું હતું બીજી તરફ મોરબી શહેરના વિવિધ વિભાગમાંથી ભૂગર્ભ ગટરના પાણી સતત આવી રહ્યા છે બીજી તરફ પાણીનો નિકાલ બંધ હોવાથી પાણીનું સ્તર વધતું હતું પાણી કાઢવા પંપ મુકવામાં આવ્યા હતા પણ જેટલું પાણી નીકળે તેના કરતા વધુ આવક ચાલુ રહેતી હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી ઉભી થઈ હતી. આ ઉપરાંત નદીની ગાંડી વેલ તેમજ ત્યાથી બહાર નીકડવા જુલતા પુલની બંને સાઈડ નીકડવાનો રસ્તા યોગ્ય ન હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW