HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ચાર્જ ડો દૂધરેજિયા પાસેથી છીનવાયો, ડો બિશ્વાસના...

મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ચાર્જ ડો દૂધરેજિયા પાસેથી છીનવાયો, ડો બિશ્વાસના નવા સુપ્રીટેન્ડન્ટ

મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત તેમજ અનેક લોકોની ઘાયલ થવાની ઘટનામાં વિવિધ વિભાગની બેદરકારી આખે ઉડીને સામે આવતા હવે ગાંધીનગરથી અલગ અલગ વિભાગ દ્વારા અધિકારીઓ પર એક્શન લેવાની કામગીરી હાથ ધરી છે. ગુરુવારે પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલના ઈન્ચા.સુપ્રીટેન્ડન્ટ ડો પી કે દૂધરેજિયા પાસેથી ચાર્જ પરત લેવામાં આવ્યો છે અને હવે આ ચાર્જ મેડીકલ કોલેજના ડીન.ડો નીરજ બીશ્વાસને સોપવામાં આવ્યો છે

અત્રે ઉલ્લખેનીય છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા હતા ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી તો પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અડધી રાત્રે હોસ્પિટલ તંત્ર દ્વારા રંગ રોગાન ટાઈલ્સ બદલવા રાતોરાત નવા પાણીના કુલર મુકવા તેમજ જામનગરની જીજી હોસ્પિટલની ચાદર પાથરવા જેવી અનેક બાબતો સામે આવતા સિવિલ હોસ્પિટલની છબી ખરડાઈ હતી અને તેના કારણે પણ પગલા લેવામાં આવ્યા હોય તેવી આશંકા પ્રવતી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW