HomeGujaratઝુલતા પુલ ધસી પડવાની ઘટનામાં પોલીસે ઓરેવા કંપનીમાં પહોચી,સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ઝુલતા પુલ ધસી પડવાની ઘટનામાં પોલીસે ઓરેવા કંપનીમાં પહોચી,સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મોરબીમાં રવિવારના સાંજે બનેલ દુર્ઘટના માં 135 લોકોના મોત થયા હતા આ ઘટનામાં શરૂઆતથી પોલીસ અને તંત્ર ની કામગીરી શંકાસ્પદ રહી છે આરોપી તરીકે જયસુખ પટેલ અને પાલિકા તંત્રને બચાવી લેવાના પ્રયાસો થઇ રહ્યાના આક્ષેપ વચ્ચે હવે પોલીસે ઓરેવા કંપનીમાં તપાસ હાથ ધરી છે બુધવારે મોડી સાંજે કંપનીના મેનેજર દીપક પારેખ જે હાલ પોલીસ રિમાન્ડમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે ત્યારે આ તપાસના ભાગરૂપે દીપક પારેખને સાથે રાખી રાજકોટ મોરબી રોડ આવેલ ઓરેવા ગ્રુપની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કામગીરીને લગતા દસ્તાવેજ અને અન્ય સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું
હાલ આ ઘટનામાં પોલીસ જાણે સમગ્ર તપાસ બંધ બારણે કરવા માગતી હોય તેમ તપાસ કામગીરીમાં પોલીસ દ્વારા અત્યંત ગુપ્તતાથી અને મીડિયાને કોઈ માહિતી ન પહોચે તેની ચુસ્ત તકેદારી સાથે તપાસ કરવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW