HomeGujaratઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપવા શોક સભા યોજાઈ, ચીફ...

ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપવા શોક સભા યોજાઈ, ચીફ ઓફિસર ગેરહાજર

મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા બાદ આજે રાજ્યભરમાં શોક દિવસ જાહેર કરી તમામ સરકારી કચેરીમાં ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે શોક સભા યોજવા રાજ્ય સરકાર દ્વારા સુચના આપ્યા બાદ આજે મોરબીની વિવિધ સરકારી કચેરીમાં શોક સભાનું આયોજન કરાયું હતું મોરબી પાલિકા દ્વારા પણ સભા યોજી હતી જેમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ચુંટાયેલ સભ્યો અને કર્મચારી સહિતના હાજર રહ્યા હતા જોકે આ શોક સભામાં પાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ગેર હાજર જોવા મળ્યા હતા.આ ઘટનામાં એક તરફ તેમની કામગીરી પર આંગણી ચિંધાઈ રહી છે. તેમના પર ગંભીર બેદરકારીના આક્ષેપ છે અને ફરિયાદ નોધવા ચારેય કોર માગ થઇ રહી છે તેવા સમયે તેઓની ગેર હાજરી ઘણું બધું કહી જાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW