HomeGujaratમોરબીના ઝૂલતા પુલે ૧૦૦થી વધુનો ભોગ લીધો

મોરબીના ઝૂલતા પુલે ૧૦૦થી વધુનો ભોગ લીધો

મોરબીના ઐતિહાસિક ધરોહર ધરોહર સમાં ઝૂલતા પુલનું રીનોવેશન કર્યા બાદ નવા વર્ષના પ્રથમ દિવસે લોકો માટે શરૂ કરવામાં આવ્યો હતો હજુ લોકો નવા ઝૂલતા પુલની મજા માણી શકે તે પહેલાં રવિવારે સાંજના સમયે એક ગોઝારી ઘટના બની હતી. પુલના મચ્છુ બારી તરફથી પુલનો ભાગ અચાનક તુટી પડ્યો હતો અને બ્રીજમાં ફરવા નીકળેલા લોકો સીધા પૂલમાં ખાબક્યો હતો અચાનક બનેલી આ ઘટનાથી ઝૂલતો પુલ મરણ ચીસથી ગુંજી ઉઠી હતી. અબાલ હોય કે વૃધ્ધ તમામ જીવ બચાવવા તરફડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાએ લોકોને બચાવવા પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગ તેમજ આસપાસ રાજકોટ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. Aa ઉપરાંત અન્ય સેવા ભાવિ સંસ્થાઓ અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત તેમજ મૃતકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત સુધી માં બિન સત્તાવાર રીતે 100થી વધુ લોકોનો જીવ ગયો હતો તો અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થતાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઘટનાને પગલે ખૂબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પોતાના સ્વજનને શોધવા રીતસરના ગાંડા જેવા થઈ ગયા હતા ચારેકોર હોસ્પિટલમાં સ્વજનની ચીસ સાંભડાઈ હતી.

ઘટના બાદ સીએમ ભુપેન્દ્ર પટેલે આખા રાજય ટીમ અને રેસ્ક્યુ ટીમ ખડકી દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW