HomeGujaratમોરબીના ઝુલતા પુલની દુર્ઘટના ખાનપરની એક પરિવારના 4 સભ્યો મળી 6 લોકોની...

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના ખાનપરની એક પરિવારના 4 સભ્યો મળી 6 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામ શોકાતુર

મોરબીના ઝૂલતા પુલ ધસી પડતા 132 થી વધુ લોકોનાં જીવ ગયા હતા. શહેર હોય કે ગામડા ઠેર ઠેર મૃતદેહની લાઈનો લાગી હતી ઠેર ઠેર સ્મશાન ગૃહમાં ચિતા પ્રગટતા ઠેર ઠેર માતમનો માહોલ પ્ર્સરી ગયો છે. કોઈએ પોતાના પુત્ર પુત્રી ગુમાવ્યા તો કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા કેટલાક પરિવાર એવા પણ સામે આવ્યા હતા જેમાં આખે આખું ઘર આ ગોજારી ઘટનામાં હોમાઈ ગયું હતું અકસ્માતમાં ખાનપરમાં રહેતા અમૃતિયા પરિવારના 4 લોકો જેમાં હરેશભાઈ માવજીભાઈ તેમના પત્ની ધારાબેન હરેશભાઈ તેમની 2 પુત્રી ભૂમિ બેન હરેશ ભાઈ અમૃતિયા,જાનવીબેન હરેશ ભાઇ અમૃતિયા એમ 4 લોકોના જીવ ગયા હતા વૃદ્ધ પિતાએ તેમના જુવાન દીકરા અને પુત્રવધુ તેમજ તેની 2 પૌત્રીને અગ્નિદાહ આપતા હૃદયદ્રાવક ચિત્ર સર્જાયા હતા.

હજુઆ ઓછું હોય તેમ આ ગામની એકતા બેન ચિરાગ ભાઈ જીવાણી નામની 25 વર્ષની મહિલા તેમજ કુંજલ બેન શૈલેશ ભાઈ રૈયાણી નામની યુવતી સહીત કુલ એક જ ગામમાં 6 લોકોની મૃતકોની એક દિવસમાં અંતિમ યાત્રા નીકળી હતી. જેનાં પગલે નાના એવા ગામમાં સોપો પડી ગયો હતો. એક સાથે ગામમાંથી પતિ પત્ની અને 2 દીકરીની તેમજ અરથી ઉઠતા ગામ જાણે હિબકે ચઢ્યું હતું. દુર્ઘટનામા નાની દિકરીઓથી લઈ મહિલાના મૃતદેહને જોઈ ભલભલા લોકોના હૃદય પીગડી ગયા હતા અને આંખોમાંથી આંસુ સરી પડયાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW