HomeGujaratમોરબીની ગોઝારી ઘટના ને લઇ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્રારા કડક કાર્યવાહીના આદેશ

મોરબીની ગોઝારી ઘટના ને લઇ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્રારા કડક કાર્યવાહીના આદેશ

મોરબીના ઝુલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ૬૮ લોકોના મૃત્યુ થયાનું જણાવ્યું હતું હાલ તમામ મૃતદેહો ને સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે જ્યાં પરિવારજનો મોટી સખ્યામાં એકઠા થયા છે આ સાથે રવિવાર મોરબીમાટે બેલ્ક ડે માનવામાં આવે છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દુર્ઘટના માટે જવાબદાર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમાં એજન્સી સહિતના વિરુદ્ધ કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો ૪૭ મૃતકોની સત્તાવાર યાદી આપવામાં આવી હતી જે મૃત્યુ આંક સતત વધી રહ્વયો છે હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ૬૮ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃત્યુ આંક વધી સકે છે બિન સત્તાવાર મૃત્યુ આંક હજુ વધારે છે જોકે મૃતકોની ઓળખ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર સત્તાવાર યાદી બહાર પાડશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW