મોરબીના સુસાઈડ પૌઇન્ટ સમાન મોરબીના મયુર પુલ પર અવાર નવાર લોકો છલાંગ લગાવી આપઘાત કરી લેતા હોય છે આ જગ્યા પર આપઘાત ઓછા કરવા અગાઉ પુલની બન્ને સાઈડ તાર વાળી જાડી લાગવી હોવા છતાં કોઈ પણ રીતે આ જગ્યા પરથી આપઘાતની ઘટના બનતી હતી શનિવારે વહેલી સવારે પણ એક આપઘાતની ઘટના બની હતી જેમાં એક અજાણ્યા યુવાને મયુર પુલ અને મહેદ્ર ડ્રાઈવ રોડ વચ્ચેના ખૂણા પરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો બનાવને પગલે આસપાસ મોતા પાયે લોકો એકઠા થઇ ગયા હતા અને હોસ્પિટલ પહોચાડવા વ્યવસ્થા કરી હતી જોકે યુવકને હોસ્પિટલમાં લઇ જવાઈ તે પહેલા j તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બનાવને પગલે એ ડીવીઝન પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને [પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોચાડવા તજવીજ હાથ ધરી હતી

