ગુજરાત વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરના માસના અંત સુધીમાં જાહેર થાય તેવી શકયતાઓ છે. ત્યારે નિયમ મુજબ જે અધિકારીઓએ 3 વર્ષ એક જ જગ્યાએ પૂરા કર્યા હોય તેવા અધિકારીઓને ચૂંટણી સમયે ફરજિયાત બદલી કરવાની હોય છે.
તે અંતર્ગત આજે રાજ્ય સરકારે દ્વારા 23 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં અમદાવાદના કલેક્ટર તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ધવલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
કરાઈસરકારે કરેલી બદલીઓમાં એમ. થેનારસન અમદાવાદ મ્યુ. કમિશનર તરીકે મૂકાયાં છે. રાહુલ ગુપ્તા GIDC ડિરેકટર તરીકે, ધવલકુમાર પટેલ અમદાવાદ કલેકટર તરીકે, ડી.એસ.ગઢવી કલેકટર આણંદ તરીકે, ધર્મેન્દ્રસિંહ જાડેજા કલેકટર ડાંગ આહવામાં મૂકાયાં છે.
જી ટી પંડયા કલેકટર મોરબી તરીકે, બી આર દવે કલેકટર તાપી તરીકે, બી કે પંડ્યા કલેક્ટર મહીસાગર, પ્રવીણા ડીકે ગાંધીનગર કલેકટર, દિલીપકુમાર રાણા કલેક્ટર કચ્છ ભુજ, યોગેશ નિર્ગુડે ડાયરેક્ટર ટ્રાયબલ ડેવલપમેન્ટ ગાંધીનગરમાં બદલી થઇ છે.
કલેકટર ઉપરાંત રાજ્ય સરકારમાં રાજ્ય સરકારના પંચાયતપ્રધાન બ્રિજેશ મેરજાના ભાઈ આર એ મેરજાને ભાવનગરમાં કલેકટરની સત્તા આપવામાં આવી છે. આર. એ મેરજા કલેકટર ભાવનગર તરીકે, પીઆર જોશી ડીડીઓ ભરૂચ તરીકે, બીકે વસાવા ડીડીઓ સુરત, એસ ડી ધાનાણી દ્વારકા, સંદીપ સાંગલે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, એમ.વાય. દક્ષિણી એડિશનલ સેક્રેટરી પંચાયત, રૂલર હાઉસિંગ એન્ડ રુલર ડેવલપમેન્ટ, હરજીભાઈ વાઘવાણીયા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ડિરેક્ટર, મનીષકુમાર એમડી ગુજરાત લાઈવ વુડ પ્રમોશન કંપની, જે બી પટેલ યુથ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવિટી ડિરેક્ટર, યોગેશ ચૌધરી એમડી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કે એસ વસાવા ડિરેક્ટર ટેકનીકલ એજ્યુકેશન અને જાસ્મીન હસરત એમડી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડમાં બદલી કરવામાં આવ્યાં છે.

