આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જે.પી.નડ્ડા બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવશે. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર રહેશ. બહુચરાજીથી માતાના મઢ સુધી યાત્રા જશે. તેમજ યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે. તથા 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે.
નોંધનીય છે કે, પ્રથમ ‘ગૌરવ યાત્રા’ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, સાંપ્રદાયિક રમખાણો પછી અને 2002 રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કાઢવામાં આવી હતી. બીજી ‘ગૌરવ યાત્રા’નું આયોજન તે વર્ષની રાજ્ય ચૂંટણી પહેલા 2017માં કરવામાં આવ્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અનુક્રમે બુધવાર અને ગુરુવારે આ યાત્રા શરૂ કરશે.
2002માં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો જીતી હતી. 2017માં ભગવા પાર્ટીને 99 અને વિપક્ષ કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.