લાંબા સમયથી રાજય સરકારમાં પડતર માંગણી મુદે ગાંધીનગર માં સત્યાગ્રહ ચલાવી રહેલ સાધુ સમાજના આગેવાનીની માગણીમાં સમર્થનમાં મોરબીથી પણ સાધુ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની રજુઆત સરકાર સુધી પહોંચડવા માગણી કરી હતી.
રાજયભરમાં સાધુ સમાજ ધ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખીક તેમજ લેખિત રજુઆતો કરવા છતા આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ નહી મળતા, છેલ્લે સરકારને તા.05નું સાધુ સમાજ ધ્વારા માંગણીઓ સ્વીકારવા મુદત આપેલ જેમાં પણ કોઈ પ્રતિસાદ નહી મળતા તા.06 રોજ ગુજરાત ભરમાંથી સાધુ સંતો પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી ચાલી રહી છે ત્યારે મોરબીમાં પણ હવે સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજય સરકાર તેમની પડતર માગણી સ્વીકાર કરી યોગ્ય પગલાં લે તેવી રજૂઆત કરી હતી આ તકે મોરબી શહેરના સાધુ સમાજના આગેવાનો જોડાયા હતા.

