મોરબી જીલ્લામાં ખાસ કરીને મોરબી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યાએ ખેડૂતો ટુકા ગાળાનો નવો પાક લેવા માંગે છે આ ઉપરાંત જ્યાં પાક બચી જવા પામેલ છે. તેને પણ હાલમાં પિયતની જરૂરિયાત છે. ચાલુ સાલે નર્મદા ડેમ માં પુષ્કળ પાણી નો જથ્થો છે. ડેમ ઓવરફલો થયેલ છે. અને ઘણું બધું પાણી દરિયામાં જવા પામેલ છે. હાલ માં જે પાકો ઉભા છે. તેને સિંચાઈ નું પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. પરંતુ નર્મદા ની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદ ના ગામો ના ખેડૂતો ને બાદ કરતા મોરબી જીલ્લા ના માળિયા તથા મોરબી તાલુકા ના ગામો ના ખેડૂતો ને પાણી મળતું નથી. આમાં સિંચાઈ ખાતા દ્વારા કેનાલો માં જે પાણી છોડવામાં આવે છે. તે ખુબજ ઓછા જથ્થા માં છોડવામાં આવે છે. જો આ બધી કેનાલો માં ફૂલ કેપેસીટી એ ચલાવવામાં આવે તોજ પાણી મોરબી તથા માળિયા તાલુકા ના ખેડૂતો ના ખેતર સુધી પહોચે તેમ છે. તે ઉપરાંત વચ્ચે જે લોકો દ્વારા બકનળી ઓ મૂકી ને પાણી નો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવાની જરૂર છે. જો આવું કરવામાં આવશે તોજ અમારા માળિયા તથા મોરબી તાલુકા ના ખેડૂતો ને પાણી મળશે. જો આ પાણી હવે ૧૦ દિવસ માં નહિ મળે તો આ ખેડૂતો નો ઉભો પાક પણ નિષ્ફળ જાય તેમ છે.
તો સીએમ દ્વારા વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ ને કેનાલો માં વધારે પાણી છોડવામાં આવે તથા પાણીનો બગાડ અટકાવવા યોગ્ય પગલા લઇને જરૂરિયાત મંદો ને પુરતું પાણી મળે તેવું કરવા માંગણી કરવામાં આવી છે જો આ વિસ્તારમાં વહેલી તકે પાણી છોડવામાં નહિ આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે

