HomeGujaratવીજવિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે

વીજવિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે

વીજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના વર્ષો જૂના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ ન આવતા વીજ કર્મચારીઓ છેલ્લા ૧૫ દિવસથી આંદોલનના માર્ગે ચડયાં છે.

જેના અનુસંધાને આગામી ૧૭મીના રોજ વડોદરા ખાતે એક મહારેલીનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરમાંથી આશરે ૩૫ હજાર કર્મચારીઓ સીએલ રજા મુકી જોડાનાર છે.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગારભથ્થાઓમાં રહેલી વિસંગતતા દૂર કરવા, ટેકનિકલ કર્મચારીઓને વર્ગ-૪માંથી વર્ગ-૩માં સમાવેશ કરવા, બીજા અને ચોથા શનિવારની રજાનો લાભ આપવા, નિવૃત્તિ બાદ મેડીકલ સુવિધાઓ આપવા સહિતના પડતર પ્રશ્નો અંગે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે.

તેમ છતાં આજદિન સુધી તેનું કોઈ નિરાકરણ ન આવતા ગુજરાત ઊર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ગત તા.૨૬-૯થી વીજ કર્મચારીઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છે. આંદોલનને ૧૫ દિવસ પૂરા થયા તો પણ તેમના એક પણ પ્રશ્નનો હકારાત્મક નિવેડો આવ્યો ન હોય, આગામી તા.૧૭-૧૦ને સોમવારના રોજ વડોદરા ખાતે મહારેલીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેને લઈ આશરે ૨૦ હજાર ટેકનિકલ કર્મચારીએ લેખિતમાં રજા મુકી દીધી છે.

તેમજ આ રેલીમાં ટેકનિકલ સહિત આશરે ૩૫,૦૦૦ કર્મચારી માસ સીએલ મુકી જોડાશે. મહારેલી બાદ પણ જો વીજ કર્મચારીઓના પ્રશ્નો અધ્ધરતાલ રહે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW