HomeGujaratહળવદના કડીયાણા ગામે ચોરી કરવા આવેલા શંકાસ્પદ ઈસમને ઘરધણીએ રંગેહાથ પકડ્યો

હળવદના કડીયાણા ગામે ચોરી કરવા આવેલા શંકાસ્પદ ઈસમને ઘરધણીએ રંગેહાથ પકડ્યો

ગ્રામજનોએ ચોરને બાંધીને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો

હળવદ તાલુકાના કડિયાણા ગામે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે જેમાં વાડીએથી ઘરે પરત ફરતા ઘરધણીએ ઘરમાંથી હાથ સાફ કરીને જતા શંકાસ્પદ ચોરને પકડી પાડ્યો હતો અને ચોર પાસેથી સોનાનો હાર તેમજ ચાંદીના સાંકળા કબજે લીધા હતા જ્યારે ગ્રામજનોએ શંકાસ્પદ તસ્કરને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો જ્યારે પોલીસ દ્વારા આ ચોરને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કડિયાણા ગામે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક શંકાસ્પદ ઈસમને ઘરધણીને પકડી પાડ્યો હતો જેમાં ઘરધણીએ તેની પાસેથી સોનાનો હાર તેમજ ચાંદીના સાંકળા કબજે કર્યા હતા અને ઘરધણીએ બુમરાળ કરતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા ગ્રામજનોએ શંકાસ્પદ તસ્કરને મેથીપાક ચખાડી હળવદ પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસે આ શંકાસ્પદ ચોરને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ ઈસમે આંગણવાડીનો દરવાજો પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW